રાજકોટ : DADA ORGANIC LTD દ્વારા તારીખ ૧૨/૦૪/ ૨૦૨૪ ના રોજ પગભર નો જે ઉદેશ્ય છે મહિલા સ્વાસ્થ્ય અને આત્મનિર્ભર મહિલા બંને તેની પગભર સફળતાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં કાર્યક્રમની શરુઆતમાં સૌ પ્રથમ તમામ આવેલ પગભર સભ્યનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓને પગભર વિષેના પ્રશ્નોતરી શ્રદ્ધા પંડ્યા દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ જેઓની નીચે 20 સભ્યો હતા મેઘા બેન વ્યાસ અને દીપાવલી પગાનીને સન્માનિત કરવામાં આવ્યા તેઓને સિલ્વર પીન આપી હતી.
આ કાર્યક્રમમાં પગભર સભ્યોને ઉત્સાહ વર્ધન કરવામાં માટે જીગરભાઈ પંડયા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું જેમાં સભ્યોને મોટીવેશન માટેની ઘણી પ્રવૃત્તિ કરાવવામાં આવી અને ત્યાર બાદ કંપનીના CMD દિનેશભાઈ પંડ્યા દ્વારા પગભરના બિઝનેસ વિષે તમામ સભ્યોને જાણકારી આપવામાં આવી.
આ કાર્યક્રમનું સંચાલન મહેક પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું અને ટીમ પગભરએ કાર્યક્રમને સફળ બનાવવામાં ખુબ જહેમત ઉઠાવી હતી ટીમ પગભર સાથે જોડાવવા માટે પગભર સંપર્ક નંબર ૯૯૦૯૪૮૭૮૮૭ પર સંપર્ક કરવો.
કેન્દ્રીય ગૃહ- સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય કક્ષાનાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે
રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર આવતીકાલે તા.૨૫/૧૨/૨૦૨૪ ના રોજ “સહકારથી સમૃદ્ધિ'' પહેલને સાકાર કરવા સમગ્ર દેશમાં નવરચિત, બહુઉદ્દેશીય પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ, પ્રાથમિક દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ તેમજ પ્રાથમિક મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓના ઉદ્ઘઘાટન કેન્દ્રીય ગૃહ અને...
મોરબી: જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી મોરબી, GCRI અમદાવાદ, સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા સામુહિક રીતે આરોગ્ય કેન્દ્ર જેતપર (મચ્છુ) ખાતે વિવિધ પ્રકારના કેન્સરના નિદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના નિષ્ણાંત...