મહેશ્વરીબેન અંતાણીએ ભારતીય શાસ્ત્રીય કથક નૃત્યમાં બેવડી સિદ્ધિ મેળવી
“ના ઉમ્ર કી સીમા હો , ના જન્મ કા હો બંધન”
શીખવા માટેની કોઈ ઉમર નથી હોતી , જીવનની સમી સાંજે પોસ્ટ ઓફિસમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી પણ સતત પ્રવૃત્તિ શીલ રહીને મહેશ્વરી બહેને અભ્યાસમાં ઉંમરનો બાદ નડતો નથી તે ઉક્તિ સાર્થક કરી બતાવી છે.
પ્રતિષ્ઠિત શાસ્ત્રીય નૃત્ય તાલીમ સંસ્થા શ્રી નટવરી નૃત્યમાલા ક્લાસિક ડાન્સ ક્લાસીસ- રાજકોટના કથક નૃત્ય કલાગુરૂ વંદનીય શ્રીમતી હર્ષાબેન ઠક્કરના સ્નેહાળ માર્ગદર્શન હેઠળ અને આ સંસ્થાના હોનહાર શિક્ષકો જેવા કે શ્રીમતી ડોલીબેન ઠક્કર, ખ્યાતિદીદી, ધ્યાની દીદી, અનુશ્રીદીદી, રિધ્ધિદીદીના સાનિધ્યમાં સાત વર્ષની સઘન તાલીમ લઇ ૬૪ વર્ષની ઉંમરે મહેશ્વરીબેન અંતાણીએ કથક નૃત્ય ‘લખનઉ’ ઘરાના માં ૬૬.૭૫ % સાથે પ્રથમ વર્ગમાં વિશારદની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે.
આ અગાઉ તેમણે કથક ના ‘જયપુર’ ઘરાના માં પણ વિશારદ ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. આમ તેમણે કથક નૃત્ય ના ‘લખનઉ ‘તથા ‘જયપુર’ બન્ને ઘરાના માં વિશારદ થઈ બેવડી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. તેમના ભાઈ નીમેશભાઈ અને અંતાણી પરિવારે અભિનંદન પાઠવ્યા છે હાલમાં તેઓ ભરતનાટ્યમમાં પણ વિશારદના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે..