Monday, October 21, 2024

મહેન્દ્રનગર ચોકડી પર બનતા ફ્લાય ઓવર પર વધારાની સુવિધા માટે વધુ 9 કરોડના કામને મળી સૈદ્ધાંતિક મંજૂરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નેશનલ હાઇવેથી હળવદ રોડ પર મહેન્દ્રનગર ચોકડી પર બની રહેલા ફ્લાય ઓવરમાં જે તે વખતે વાહન વ્યવહાર માટે 35 મીટરના ચાર ગાળા મંજૂર કરવામાં આવેલ હતા. જેતપર રોડ પર વધતા જતા ઔદ્યોગિકરણ અને ટ્રાફિકને ધ્યાનમાં લેતા વધારાના આવા ખુલ્લા અન્ય ચાર ગાળાની જરૂરિયાતને લક્ષમાં લેતા ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરેલ

વાહન વ્યવહારની સરળતા માટે તથા પાર્કિંગ સમસ્યા હળવી કરવા માટે સરકાર દ્વારા 35 મીટરના વધારાના ચાર ગાળા બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે. જેથી હવે 35 મીટરના કુલ આઠ ગાળા ખુલ્લા રહેશે.

આ માટે બનેલી નવી ડિઝાઈનના ફ્લાય ઓવરના ખર્ચમાં રૂ.9.00 કરોડનો વધારાનો આર્થિક બોજ પડે છે અને આ કામ માર્ચ 2025 માં પૂર્ણ થશે, એટલા પૂરતી પ્રજાને હાલાકી પડશે… પરંતુ આવા ફ્લાય ઓવર વારંવાર બનતા નથી અને આવી સુવિધા પાછળથી ઉપલબ્ધ થઈ શકે નહીં, એટલે લાંબા ગાળાના હિતને ધ્યાનમાં લેતા થોડા સમય માટે મોરબીના લોકોને આ તકલીફ સહન કરવી પડશે જેમાં સહકાર આપવા અપીલ પણ કરવામાં આવી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર