મહારાજા શ્રી લખધિરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ સંચાલિત શ્રી રફાળેશ્વર મહાદેવ મંદિરની મિટિંગનું આયોજન કરાયું
મોરબી: મહારાજા શ્રી લખધિરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ સંચાલિત શ્રી રફાળેશ્વર મહાદેવ મંદિર ચાલે છે. જેની વાર્ષિક બજેટ માટે મિટિંગ મહારાજા લખધિરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ ની ઓફિસમાં મળેલી હતી. જે મિટિંગ માં મંદિરને લગતા પ્રશ્નોની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જે મિટિંગમાં કમિટી ના સભ્યો અને ટ્રસ્ટીઓ ડો.બિપીનભાઈ લહેરૂ, રામજીભાઈ અઘારા, મહેન્દ્રભાઈ પોપટ, પરેશભાઈ પંડ્યા, બચુભા રાણા, જીતેન્દ્રભાઈ કોટક, રાજભા ઝાલા, ઋષિભાઇ મેહતા તથા મેનેજર રજનીભાઇ પંડ્યા, અને આસિસ્ટન્ટ મેનેજર કાળુભાઈ બાબુભાઈ પરમાર તમામ સભ્યો તથા ટ્રસ્ટીઓ હાંજર રહ્યા હતા.