મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વેચ્છીક/રદ્દ થઈને ખાલી પડેલ 35 આવાસ માટે વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરાશે
મોરબી શહેરના મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત EWS-1 પ્રકારના નિર્માણ થયેલ કુલ-૬૮૦ આવાસ પૈકી ૩૫ આવાસ સ્વેચ્છીક/રદ્દ થઈને ખાલી પડેલ છે તેનું વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવાનું થાય છે.
જેના માટે મોરબી મહાનગરપાલિકા કચેરીના નોટીસ બોર્ડ ઉપર ડોક્યુમેન્ટ લીસ્ટ અને વેઈટીંગ લીસ્ટ લાભાર્થીની નામાવલી પ્રસિદ્ધ કરેલ છે તેવા તમામ લાભાર્થીઓને તા.૦૮/૦૪/ ૨૦૨૫ ને મંગળવારે કચેરીના કામકાજના સમયે મોરબી મહાનગરપાલિકા કચેરી, ડો.આંબેડકર ભવન, ગાંધીચોક, મોરબી-૩૬૩૬૪૧ના આવાસ વિભાગમાં ડોક્યુમેન્ટની નકલ સાથે રાખી રૂબરૂ આવવાનું રહેશે.
નોંધ:- સદર વેઈટીંગ લીસ્ટ ૩૫ આવાસો માટે જ ઓપરેટ કરવાનું હોઈ જેથી કચેરી દ્વારા ખાલી પડેલ મકાનો સામે બે ગણા લાભાર્થીઓને આવકારેલ છે પરંતુ યોજનાલક્ષી તમામ ડોક્યુમેન્ટ રજુ કરનાર નોટીશ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલ નામાવલી પૈકીના પ્રથમ ૩૫ લાભાર્થીઓને અગ્રતા આપવામાં આવશે પરંતુ તેમાંથી કોઈ ડોક્યુમેન્ટ પૂર્તતા ન કરી શકે તો તેવા કિસ્સામાં ક્રમશઃ વેઈટીંગ ઓપરેટ કરી નિયમોનુંસારની આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.