મહાકુંભ: શાહી સ્નાન અને અમૃત સ્નાન વચ્ચે શું છે તફાવત ?
મહાકુંભમાં શ્રદ્ધાની ડૂબકી માટે કરવામાં આવતા શાહી અને અમૃત સ્નાનનો તફાવત શું હોઈ છે વાંચો આ અહેવાલ
મોરબી: પ્રયાગરાજ ખાતે હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે જેમાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી સ્નાન કર્યું છે. મહાકુંભ મેળામાં સ્નાન કરવું એ આત્મા અને મનની શુદ્ધિનુ પ્રતિક ગણાય જેના અનેક ફાયદાઓ છે પરંતુ શું તમે જાણો છો મહાકુંભમાં બે પ્રકારના સ્નાન કરવામાં આવતા હોય છે એક તો શાહી સ્નાન અને બીજું અમૃત સ્નાન કરવામાં આવતું હોય છે. પરંતુ મહાકુંભમાં શાહી સ્નાન અને અમૃત સ્નાન વચ્ચે મોટો તફાવત છે. શાહી અને અમૃત સ્નાન વચ્ચેનો તફાવત એ છે કે જો આપણે મહાકુંભ દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાનને શાહી કહીએ તો તેની છબી ફક્ત રાજસી સ્નાન તરીકે જ રહેશે પરંતુ જો તેને અમૃત સ્નાન કહેવામાં આવે તો તેની અસર જીવનમાં સકારાત્મક રહેશે.
મહાકુંભમાં શા માટે કરવામાં આવે છે શાહી સ્નાન ?
શાહી સ્નાન એ કુંભ મેળાની એક ખાસ વિધિ છે. શાહી સ્નાન કેટલીક મહત્વપૂર્ણ તારીખોએ કરવામાં આવે છે. આ સમય દરમિયાન, લોકો ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમમાં ધાર્મિક સ્નાન કરે છે. એવું માનવામાં આવે છે કે શાહી સ્નાન કરવાથી પાપો ધોવાઇ જાય છે. જો આપણે મહાકુંભ દરમિયાન પવિત્ર નદીઓમાં લેવાયેલા આ સ્નાનને શાહી કહીએ. શાહી સ્નાન: ઋષિઓ અને સંતોને આદરપૂર્વક સ્નાન કરાવવામાં આવે છે, તેથી જ તેને શાહી સ્નાન કહેવામાં આવે છે. આ સમય દરમિયાન પાણી અત્યંત ચમત્કારિક બની જાય છે. શાહી સ્નાન ગ્રહો અને નક્ષત્રોની અત્યંત શુભ સ્થિતિમાં કરવામાં આવે છે.
મહાકુંભમાં અમૃત સ્નાન શું છે?
અમૃત સ્નાનમાં, પહેલા સંતો અને ઋષિઓ સ્નાન કરે છે અને પછી ભક્તો સ્નાન કરે છે. અમૃત સ્નાન આત્માને શુદ્ધ કરે છે અને પાપોનો નાશ કરે છે. વિવિધ અખાડાઓના ઋષિ-મુનિઓ તેમાં સ્નાન કરે છે. મહાકુંભમાં કુલ ૩ અમૃત સ્નાન થયા હતા. પહેલું ૧૪ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ મકરસંક્રાંતિના દિવસે હતું, બીજું ૨૯ જાન્યુઆરી, મૌની અમાવસ્યાના દિવસે હતું, જ્યારે ત્રીજું અમૃત સ્નાન ૩ ફેબ્રુઆરી, વસંત પંચમીના દિવસે હતું. આ સમય દરમિયાન લોકો સંગમ કિનારે પવિત્ર સ્નાન કરે છે.