મહાકુંભમાં ભક્તોનું ઘોડાપૂર:અત્યાર સુધી 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી
પીએમ મોદી આજે મહાકુંભમાં સંગમમાં ડૂબકી લગાવશે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના સંગમ તટ પર આયોજિત મહાકુંભના 23 દિવસ થઈ ગયા છે. આ 23 દિવસોમાં 37 કરોડથી વધારે લોકોએ ડૂબકી લગાવી છે. ગત સોમવારે મહાકુંભનું ત્રીજું અમૃત સ્નાન સકુશળ સંપન્ન થઈ ગયું. વસંત પંચમી પર બે કરોડથી વધારે શ્રધ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું.
પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના પવિત્ર સંગમ પર શ્રદ્ધાની લહેર ઉભરી રહી છે. મહાકુંભમાં, દેશ-વિદેશના સંતો, મહાત્માઓ, કલ્પવાસીઓ અને ભક્તો પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે
મહાકુંભ દરમિયાન દરરોજ લાખો લોકો સંગમમાં પવિત્ર સ્નાન કરે છે.ત્યારે મૌની અમાવસ્યા (1૦ ફેબ્રુઆરી)ના રોજ મહત્તમ 8 કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી હતી.તો મકરસંક્રાંતિ પર 3.5 કરોડ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું હતું અને 30 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ 2 કરોડ ભક્તો સંગમ પહોંચ્યા હતા સાથો સાથ પોષ પૂર્ણિમાના દિવસે 1.7 કરોડ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી.
તો આજે PM મોદી મહાકુંભમાં ડૂબકી લગાવશે.બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. સ્નાન કર્યા બાદ તેઓ સંગમના કિનારે જ ગંગાની પૂજા કરશે અને દેશવાસીઓના કલ્યાણની કામના કરશે.