કોરોના રોગચાળાની બીજી લહેરમાં કટોકટીને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશ સરકારે શુક્રવારે રાજ્યના તમામ મીડિયાકર્મીઓ અને તેમના પરિવારો માટે કોવિડ સંક્રમણના સારવારનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના પત્રકારોના કોવિડ-19 ચેપની સારવારનો ખર્ચ ઉઠાવશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, “રાજ્ય સરકાર મીડિયા પત્રકારો અને તેમના પરિવારો માટે કોવિડ-19 સારવાર સંબંધિત તમામ ખર્ચ ઉઠાવશે. મુખ્યમંત્રીએ આ માહિતી તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો સંદેશ દ્વારા આપી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે મીડિયા પત્રકાર સાથી દિવસ-રાત પોતાનો પત્રકારત્વ ધર્મ નિભાવી રહ્યા છે. રાજ્યમાં જર્નાલિસ્ટ્સ ઇન્શ્યોરન્સ સ્કીમ હેઠળ પ્રેફરેન્શિયલ અને નોન-પ્રેફરેન્શિયલ પત્રકારોની સારવારની સુવિધા છે. હવે જો કોઈ પત્રકાર કે તેના પરિવારના સભ્ય કોરોના સંક્રમિત નોંધાઈ તો તેમની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ અગાઉ મુખ્યમંત્રીએ રોગચાળાને કારણે અનાથ બાળકો માટે પેન્શનની પણ જાહેરાત કરી હતી. તેણે આ બાળકોના શિક્ષણની જવાબદારી લઈને અનાથ પરિવારોને દર મહિને મફત રાશન આપવાનું વચન પણ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, “રોગચાળાએ ઘણા પરિવારોને તોડી નાખ્યા હતા. એવા ઘણા પરિવારો છે જેમેણે વૃદ્ધાવસ્થાનો સહારો ગુમાવ્યો છે અને ધણા એવા બાળકો છે જેને પિતાની છત્રછાયા ગુમાવી છે. એવા બાળકો જેણે પિતા, વાલીનો પડછાયો ગુમાવ્યો છે અને કોઈ કમાવવા વાળું નથી, એવા પરિવારોને દર મહિને રૂ.5000નું પેન્શન આપવામાં આવશે.’
મધ્યપ્રદેશમાં ગુરુવાર સુધી મળતી માહિતી મુજબ કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં હવે ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. અગાઉના દિવસોની તુલનામાં ૧૧ મેના રોજ ૭૮૪ નવા દર્દીઓ અને ૧૨ મેના રોજ ૫૫૧ દર્દીઓ. 5 મેના રોજ રાજ્યમાં કોરોનાના નવા 12,421 દર્દીઓ મળી આવ્યા હતા અને ચેપનો દર 18.2 ટકા હતો. ત્યારથી તેની સંખ્યા અને સંક્રમણ દર બંનેમાં સતત ઘટાડો થયો છે. ગુરુવારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોરોનાથી કુલ ૭૪ દર્દીઓના મોત થયા હતા. આ સાથે અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 6753 થઈ ગયો છે. ગુરુવારે 10,157 દર્દીઓ સાજા થયા હતા. જોકે સક્રિય દર્દીઓની સંખ્યા હજુ પણ 1,08,116 છે. દરરોજ 65,000થી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રેપિડ કિટમાંથી પરીક્ષણોની સંખ્યામાં વધારો થવાની સાથે, પરીક્ષણ માટે બાકી રહેલા નમૂનાઓની સંખ્યા હવે બેથી ત્રણ હજાર સુધીની હોય છે.