ચેતવણી રૂપ કિસ્સો : માધવ માર્કેટમાં દુકાનમાંથી સાધુનાં વેશમાં આવેલ લુટારો સોનાની વીટી ઝડપી છૂ..
મોરબીના શનાળા રોડ પર માધવ માર્કેટમાં ત્રીજા માળે ઉમા ફોટોમા સાધુના વેશમાં લુટારાએ એક વ્યક્તિના હાથમાંથી સોનાની વિંટી ઝડપી નાશી ગયો હતો.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ચોર લૂંટારાઓ બેફામ બન્યા છે જાણે ચોર લૂંટારાઓને પોલીસનો ભય રહ્યો જ ન હોય ત્યારે આજે સવારે ૧૦:૪૫ કલાકે મોરબીના શનાળા રોડ પર આવેલ માધવ માર્કેટમાં ત્રીજા માળે ઉમા ફોટોમા સાધુના વેશ એક લુટારો આવ્યો હતો જેને એક વ્યક્તિના હાથમાંથી સોનાની વિટી ઝડપી અને નાશી ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ હાલ વાઈરલ થઈ રહ્યા છે. જેમાં સાધુના વેશમાં આવેલ એક ઈસમ સોનાની વિટી ઝડપી નાશી જાય છે અને રસ્તા પોતે ધારણ કરેલ સાધુના વસ્ત્રો કાઢતો સીસીટીવી ફૂટેજમાં નઝરે પડી રહ્યો છે.