Sunday, September 8, 2024

માધાપરવાડી શાળાના 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ અર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરતી આયુસી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માધાપરવાડી કન્યા શાળામાં ધો- 3 માં અભ્યાસ કરતી આયુષી અશ્વિનભાઈ હડિયલે જન્મદિવસ નિમિત્તે 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ અર્પણ કર્યા.

મોરબી: મોરબીમાં લોકો તરફથી અનેકવિધ પ્રકારે દાન અપાય છે, ભારતીય સેનાના શહીદ પરિવારો માટે મોરબીમાંથી ખુબજ દાન આપવામાં આવ્યું, ઝૂંપડપટ્ટી, સલ્મ વિસ્તારના બાળકો માટે, ભૂખ્યા જનનોની જઠરાગ્નિ ઠારવા માટે ટિફિન સેવા, ગાયો માટે ઘાસચારા માટે દાન, વગેરે જેવા સત્કાર્યો મોરબીમાં થઈ રહ્યા છે, એવી જ રીતે લોકો શિક્ષણનું મહત્વ સમજતા થયા હોય શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે લોકો બાળકોને ઉપયોગી વસ્તુનું દાન કરતા હોય છે એમ મોરબીની માધાપરવાડી કન્યા શાળા અને માધાપરવાડી કુમારશાળાના 800 વિદ્યાર્થીઓને ધોરણ ત્રીજામાં અભ્યાસ કરતી આયુષી અશ્વિનભાઈ હડિયલે પોતાના જન્મદિવસે ફુલસ્કેપ અર્પણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.

રોજબરોજમાં આવતી શૈક્ષણિક વસ્તુ મળવાથી વિદ્યાર્થીઓના ચહેરા પણ ખીલી ઉઠ્યા, સ્વામી વિવેકંદજીએ પણ કહ્યું છે કે કોઈને રોટીનો ટુકડો આપવા કરતા રોટી કેમ કમાવી એ શીખવવું જોઈએ અન્વયે રોટી કમાવવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે અને શિક્ષણ માટે બાળકોને કરેલી સહાય ક્યારેય એળે નથી જતી એ વાતને સાર્થક કરવા બદલ હડિયલ પરિવારની દિકરી આયુષીને સમગ્ર શાળા પરિવાર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર