મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓએ કામધેનુ ફન રિસોર્ટ મજા માણી
મોરબી:પ્રવર્તમાન સમયમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓને શાળાએ આવવું ગમે, રોકાવું ગમે અને ભણવું ગમે જીવાતા જીવનનું શિક્ષણ વિદ્યાર્થીઓને મળે, પ્રેક્ટિકલ નોલેજ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય એ ખૂબજ જરૂરી છે.
આજના બાળકો ખુબજ હોંશિયાર, ખુબજ સ્માર્ટ અને ચંચળ હોય, ભણતરની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને કરવી ગમતી હોય છે,ત્યારે PMSHRI માધાપરવાડીની વિદ્યાર્થીનીઓએ કામધેનુ ફન રિસોર્ટનો પ્રવાસનો લાભ લીધો હતો જેમાં વિવિધ રાઈડ, હીંચકા,લપસણી, ચકરડી વગેરેમાં બેસીને ખુબજ મોજ મજા અને આનંદ માણ્યો હતો, આ પ્રવાસને સફળ બનાવવા અરવિંદભાઈ કૈલા,નિકિતાબેન કૈલા, ગીતાબેન અંદિપરા, અલકાબેન કોરવાડિયા, હિનાબેન ચાવડા,નિમિષાબેન ચાવડા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલા પ્રીન્સિપાલે સંભાળ્યું હતું