Saturday, December 28, 2024

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માધાપરવાડી શાળામાં મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

SVEEP સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન અંતર્ગત મતદાતા જાગૃતિ કાર્યક્રમો યોજાયા

મોરબી જિલ્લામાં મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત શિક્ષકોએ બનાવી રંગોળી

મોરબીની અત્રેની માધાપરવાડી કુમાર અને કન્યા શાળા ખાતે આગામી લોકસભાની સામાન્ય ચુંટણીમાં મતદાતાઓ વધુને વધુ મતદાન કરવા જાય અને પોતાના કિંમતી મતનો ઉપયોગ કરે,વધુ ને વધુ મતદાન થાય એ મજબૂત લોકશાહી માટે આવશ્યક છે.એ માટે મોરબી જિલ્લાના સ્વીપના નોડલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કુ.નમ્રતાબેન મહેતા,કેનિ શિક્ષણ અશોકભાઈ વડાલિયા,પી.વી.રાઠોડ પૂર્વ શિક્ષણ નિરીક્ષક,રજનીકાંત ચીકાણી વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં બંને શાળાના શિક્ષકોએ શાળાના પટાંગણમાં Vote For Better India, VOTE મારો અધિકાર,આઓ મતદાન કરે,લોકતંત્રનો આધાર વોટ ના જાય બેકાર વગેરે રંગોળીઓ બનાવી હતી.તેમજ *આપણા ગુજરાતમાં લોકોનું રાજ છે,આપણાં ગુજરાતમાં મતદારોનું રાજ છે મત આપીને રાજી કરીએ ઓ વાલા..હાલોને મતદાન કરવા* જેવા ગીતો ગાયા હતા.તેમજ મતદાતાઓની જાગૃતિ માટેના સૂત્રો જેવા કે મત આપીએ અને અપાવીએ,ચાલો કરીએ મતદાન દેશને બનાવીએ મહાન,યુવાન હોય કે યુવતી મતદાનની તક ન કરો જતી, દેશના વિકાસ માટે મતદાન,મતદારના મતનું રાખો ગુમાન,મતદાન કરવું આપણી ફરજ,ચૂકવીએ લોકશાહીનું કરજ વગેરે સ્લોગન બનાવ્યા હતા.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા પૂર્વ મદદનીશ શિક્ષણ નિરીક્ષક અને NCC કમાન્ડર પી.વી.રાઠોડ તેમજ અશોકભાઈ વડાલીયા વગેરે મહાનુભાવોએ મતદાનના મહત્વ વિશે વાતો કરી હતી, લોકો મતદાન પ્રત્યે જાગૃત બને એ માટે બંને શાળાના શિક્ષકો તેમજ આચાર્ય તુષારભાઈ બોપલીયાએ ખુબજ જહેમત ઉઠાવી હતી,

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબીએ સભાળ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર