મચ્છુ નદીના પટમાં મોતનો સામાન
કોઈ દુર્ઘટના કે કાંડ થાય ત્યારે લોકો મરનાર પ્રત્યે સત્વનતા પાઠવતા હોઈ , દોષીઓને ધિક્કારતા હોઈ,સરકાર વળતરની વાતું કરતી હોઈ, કોઈ ચમરબંધીને છોડવામાં નહિ આવેના દેકારા થતાં હોઈ પરંતુ ઘટના પહેલા કોઈ પણ ગંભીરતા લેતા નથી.
મોરબી મચ્છુ નદીના પટમાં જુલતા પૂલ દુર્ઘટના સ્થળ પર જ્યાં ૧૩૫ થી વધુ લોકો ના જીવ ગયા તે સ્થળ પર RCC નું પાક્કું બાંધ કામ થઈ રહિયુ છે જેની મોરબીના જાગૃત નાગરિક કે. ડી. પંચાસરા (લંકેશ) દ્વારા કલેક્ટર ને અરજી કરવામાં આવી હતી જેમાં તંત્ર સામે ખૂબ જ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા કે જે બાંધકામ થઈ રહીયું છે તેનાથી નદીની પહોળાઈ ખુબજ ઘટી ગઈ છે જેથી વધુ વરસાદ થતાં ડેમ ના પાટિયા ખોલતા પાણી નું લેવલ ભય જનક સપાટી વટાવી શકે છે અને ફરી પાછું મચ્છુ હોનારત નું પુનરાવર્તન થઈ શકે છે
TRP ગેમ ઝોન ની આગ હજી ઠરી નહિ ત્યાં મોટી દુર્ઘટના ની અરજી મળતા કલેક્ટર દ્વારા અરજીની ગંભીરતા સમજી કલેકટરે પ્રાંત અધિકારી , સિટી મામલતદાર ,DLR મોરબી,અને ચીફ ઓફિસર નગરપાલિકા ને ટોચ અગ્રતા સાથે પાંચ દિવસ માં અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છો તથા કાર્યપાલક ઇજનેર સિંચાઇ સ્ટેટ ને પાણીના લેવલ અને હોનારત અંગેનો અહેવાલ રજૂ કરવા તાકીદ કરી છે જો વિલંબ થશે તો જવાબદારી આપની રહેશે તેવી ટકોર પણ કરી છે
કલેક્ટર ના આદેશ બાદ પ્રાંત અધિકારી સુશીલ પરમાર ની અધ્યક્ષતા માં કમિટી બનાવી પણ આજ દિન સુધી અહેવાલ નો જવાબ આપવાની તસ્દી લીધી નથી જાણે કલેક્ટર ના આદેશ ને ઘોળી ને પી ગયા હોઈ અરજદાર દ્વારા આ અંગે સતર્કતા રાખતા અહેવાલ અંગે પ્રાંત અધિકારી સુશીલ પરમાર ને પૂછતા તેને ઉડાવ જવાબ આપ્યો કે અમારે બીજા કામ છે વગેરે વગેરે મોરબી ના પ્રાંત અધિકારી ને ફક્ત મલાઈ વાળી મોંઘી જમીનની ફાઈલો માં જ રસ છે જેને મોરબીના લોકો ની સુરક્ષા માં કોઈ રસ નથી,મોરબી કલેક્ટર પાંચ દિવસ માં અહેવાલ ન કરનાર વિરૂદ્ધ પગલાં લેશે કે પસી આવ ભાઈ હરખા આપને સહુ સરખા જેવી જૂની કહેવત ને સાચી પાડશે
દૂધના દાઝ્યા છાશ પણ ફૂકીને પીવે તેમ મોરબી નગરના ચીફ ઓફિસરે વટાણા વેરી નાખ્યા કે બાંધકામ અંગે કોઈ મંજૂરી લેવામાં આવી નથી થઈ રહેલ બાંધકામ મંજૂરી વગર નું હોઈ જેથી કામ તાત્કાલિક બંધ કરવા તથા થયેલ બાંધકામ ૩૦ દિવસ માં હટાવી લેવા નોટિસ આપવામાં આવી છે પરંતુ સિંચાઇ વિભાગ હજી ગોળ ગોળજ જવાબ આપી ક્યાંક ને ક્યાંક કહી છુપાવી રહ્યું હોઈ તેવું દેખાય રહ્યું છે.
ભૂતકાળમાં ધાંગધ્રા ગુરુકુળ દ્વારા પણ ગેરકાયદે બાંધકામ કરી બનાવતી સહી સિક્કા વાળા દસ્તાવેજો નો પર્દાફાશ થયો છે હાલ આવી અનેક જગ્યા ની તપાસ થઈ તો TRO ગેમ ઝોન ની જેમ મોરબી નો પણ મનોજ સાગઠીયા પણ નીકળે તેવી શક્યતા છે
ચક્રવાત ન્યૂઝ દ્વારા ઉપર મુકેલ તસ્વીર માં એક દબાણ નો ફોટો છે અને એક મચ્છુ ડેમ ના તમામ પાટિયા બે ફૂટ ખોલ્યા ત્યારની સ્થિતિ છે હવે તમે જ નક્કી કરો કે જો દબાણ નહિ હટે તો તમે સુરક્ષિત છો ??
હાલ મોરબી જનો માં પણ આ વિષયે ચર્ચા નો માહોલ સર્જ્યો છે જેથી મોરબી કલેક્ટરે જિલ્લા ના જવાબદાર વ્યક્તિ તરીકે અને નૈતિકતા થી પ્રેસ મીડિયા કે કોઈ પ્લેટફોમ થી જાહેર કરવું જોઈ કે જે અરજી થઈ તે ખોટી છે જે બાંધકામ થઈ રહિયુછે તે નિયમ મુજબ અને દરેક મંજૂરી સાથે થઈ રહીયુ છે અન્યથા રજુવાત સાચી છે માટે ચોમાસા પહેલા તત્કાલીન દબાણ દૂર કરવામાં આવશે કા તો મોરબી ના લોકો માટે લાઈફ જેકેટ નું વિતરણ કરવામાં આવશે અને જો કોઈ ઘટના ઘટશે તો તેની જવાબદારી જિલ્લા પ્રસાશનની રહશે. સૂત્રોની માહિતી મુજબ આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે હવે સરકાર રાજકોટ TRP વાળીના થઈ એ બાબતે ખુબજ ગંભીર છે.