મચ્છુ-૩ ડેમના દરવાજા ખોલવાથી અગરિયાને થયેલ નુકસાનનું સર્વે હાથ ધરવા કલેકટરને રજુઆત
મોરબી: મચ્છુ ડેમના દરવાજા ખોલવાથી માળિયા વિસ્તારના અગરિયામા મોટા પ્રમાણમાં પાણી ઘુસી જતા અગરિયાનુ મિઠુ ધોવાઈ જતા નુકસાન થયું હતું જેથી તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરવા અગરિય હિત રક્ષક મંચ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.
અગરિયા હિતરક્ષક મંચ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે કે તાજેતરમાં મચ્છુ ડેમના દરવાજા ખોલવાથી માળિયાના અગર વિસ્તારમાં પાણી ઘુસી ગયા હતા જેમાં આંકડિયા તથા ગુલાબવાડી વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી પ્રસરી ગયું હતું જેથી અગરિયાઓનુ મીઠું ધોવાઈ ગયુ છે અને તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેમજ અગરિયા સમૂદાય પાસે મીઠાની ખેતી સિવાય આજીવિકાનો બીજો વિકલ્પ હોતો નથી. કાળી મજૂરી કરીને પકવેલું મીઠું જ્યારે આવી રીતે ધોવાઈ જાય ત્યારે મોઢે આવેલો કોળીયો કોઈએ ઝુંટવી લીધો હોય તેવી પરિસ્થિતી ઉભી થાય છે. ત્યારે પત્ર થી 10 એકર અગરિયા વિનંતિ કરી છે, કે મચ્છુ ડેમની પાણી છોડવાની પ્રક્રીયા એકદમ ધીમી રાખીને હવે પછી અગરિયાઓને વધુ નુકશાન ન થાય તે માટે સિંચાઇ વિભાને લેખીત રજુઆત કરી છે. અને મચ્છુ ડેમના દરવાજા ખોલવાથી માળિયા વિસ્તારના અગરિયાને થયેલ નુકસાનનું તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરવામાં આવે તેવી અગરિયા હિતરક્ષક મંચ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.