છેલ્લા એક અઠવાડીયાની મોરબી જિલ્લા તેમજ ઉપરવાસમાં વરસાદની બેટિંગથી મોરબી ૩ ડેમ ૭૦% જેટલો ભરાય ગયો છે. ત્યારે ડેમને ગામે ત્યારે ખાલી કરવો પડે તેવી સ્થતિ હાલ સર્જાય છે. ત્યારે તંત્ર દ્વારા મોરબી માળિયાના ૨૦થી વધુ ગામડાઓને એલર્ટ કરાયા છે.
મોરબી તાલુકાના ગોરખીજડીયા, વનાળીયા, સાદુડકા, માનસર,રવાપર(નદી),અમરનગર, નારણકા, ગુંગણ, નાગડાવાસ, બહાદુગઢ, સોખડા જેવા ૧૧ ગામોને એલર્ટ કરાયા છે
ત્યારે બીજી બાજુ માળિયા તાલુકાના માળિયા, દેરાડા,વીર વિદરકા, મહેન્દ્રગઢ, મેઘપર,નવાગામ, રાસંગપર,હરીપર, ફતેપર જેવા ૯ ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે
ઉપરાંત તંત્ર દ્વારા લોકોને નીચાણ વાળા વિસ્તારમાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. ત્યારે તમામ ગામડાઓમાં કોઈ તકલીફ પડે અથવા મુશ્કેલી સર્જાય ત્યારે મોરબી જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું હતું.