મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલવામાં ડેમ હેઠળના ગામોને એલર્ટ કરાયા
મોરબી: મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. આ ડેમના મેઈટન્સ માટે મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
મોરબીના સાદુંળકા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના માટેનો મચ્છુ-3 ડેમમાંથી આજે બપોરે પાણી છોડવામાં આવ્યું છે. આ મચ્છુ ડેમનું મેઇન્ટનેશ કરવુ જરૂરી હોવાથી મેઇન્ટનેશ માટે તેમજ રુલ લેવલ જાળવી રાખવા આજે મચ્છુ-3 ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે અને મચ્છુ-3 ડેમમાંથી પાણી વહાવી દેવામાં આવી રહ્યું છે.
આથી હેઠવાસના ગામોને તકેદારીના પગલાં લેવા તેમજ નદીના પટમાં અવરજવર નહિ કરવાની સુચના આપવામાં આવી છે.