Monday, February 24, 2025

મચ્છુ – ૨ ડેમની મુલાકાત લઇ નિરીક્ષણ કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાની મુલાકાતે આવેલા જળસંપતિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મોરબીમાં લીલાપર નજીક આવેલા મચ્છુ – ૨ ડેમની મુલાકાત લઇ ડેમનું નિરીક્ષણ કર્યું હતું.

મચ્છુ – ૨ ડેમના પાંચ દરવાજા હાલ જ રિપેર કરવામાં આવ્યા છે ત્યારે મંત્રીએ આ દરવાજાઓનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત મચ્છુ – ૨ ડેમ આધારિત મોરબી જિલ્લાની પાણી પુરવઠા યોજનાઓની પણ મંત્રીએ નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી તેમજ જરૂરી સૂચનો પણ કર્યા હતા.

આ મુલાકાત વેળાએ મંત્રી સાથે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ચેમ્બર ઓફ કોમર્સ મોરબીના પ્રમુખ જયંતીભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ રાજકોટ ઝોન -૩ ના મુખ્ય ઈજનેર આર.એમ. મહેરિયા અને મોરબી જિલ્લા પાણી પુરવઠા અધિકારી વાય.એમ. વંકાણી સહિત મોરબી જિલ્લા સિંચાઈ વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર