માળિયાના વવાણીયા ગામે યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો
માળિયા (મી): માળિયા (મી) તાલુકાના વવાણીયા ગામે મીયાણાવાસમા યુવકે એક શખ્સને વે-બ્રીજની ઓફિસમાં સુવાની ના પાડતા ઝઘડો થયેલ જે બાબતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના વવાણીયા ગામે રહેતા અસલમભાઈ અભરામભાઈ કચ્ચા (ઉ.વ.૨૨) એ આરોપી સલીમ કરીમ સોતા, અસલમ કરીમ સોતા, તથા ફારીક કરીમ સોતા રહે. ત્રણે વવાણીયા ગામ તા. માળિયા (મી)વાળા વિરુદ્ધ માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨-૦૯-૨૦૨૩ ના રોજ સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ફરીયાદીએ આરોપી સલીમને અગાઉ વે-બ્રીજની ઓફીસમા સુવાની ના પાડતા ઝઘડો થયેલ જેનો ખાર રાખીને આરોપી સલીમએ ફરીયાદીને કહેલ કે વે બ્રીજની ઓફીસમા સુવાની ના કેમ પાડેસ તેમ કહી પોતાના હાથમા પહેરેલ કડા વડે ફરીયાદીને માથાના ભાગે મારેલ તથા આરોપી અસલમએ ફરીયાદીને પકડી રાખેલ તથા આરોપી ફારૂકએ પોતાના હાથમા રહેલ લાકડાના ધોકા વડે ફરીયાદીને ડાબા હાથના ખંભાના ભાગે એક ઘા મારી મુંઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર અસલમભાઈએ આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.