માળીયાના નાની બરાર ગામે ખોખારો ખાવા બાબતે વૃદ્ધને એક શખ્સે મારમાર્યો
માળીયા (મી): માળિયા (મી) તાલુકાના નાની બરાર ગામે ખોંખારો ખાવા જેવી નજીવી બાબતે વૃદ્ધને એક શખ્સે ઢીકાપાટુનો મારમાર્યો હોવાની માળિયા (મી) તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના નાની બરાર ગામે રહેતા રામભાઇ નરસંગભાઈ ડાંગર (ઉ.વ.૭૩) એ તેમના જ ગામના આરોપી ચંદુભાઈ પરબતભાઇ બકુતરા વિરુદ્ધ માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૬-૨૦૨૩ ના રોજ સવારના સાડા આઠેક વાગ્યે ફરીયાદી પોતાની દુકાને જતા હોઇ રસ્તામા ઉધરશ આવતા ખોખારો ખાતા આરોપીએ કહેલ કે ખોખારો શુ ખાસ તેમ કહી મને બીભત્સ ગાળો બોલતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને છાતીમા ઘુસ્તોમારી પાડી દઇ ઢીકા પાટુનો માર મારી ગાલ ઉપર બે-ત્રણ લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર રામભાઇએ આરોપી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.