Wednesday, January 15, 2025

માળીયાના ખીરસરા ગામેથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મી): માળિયા (મી) તાલુકાના ખીરસરા ગામના ઝાંપા નજીકથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના ખીરસરા ગામના ઝાંપા નજીકથી આરોપી જીતેશભાઇ પ્રભુભાઈ ધંધુકિયા (ઉ.વ.૩૫) રહે.‌ ખીરસરા તા. માળીયા (મી) વાળા પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.૧૫૦૦ નો મુદામાલ મળી આવતા ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ કરણ ભરતભાઈ કુંભારવાડીયા રહે. ફડસર તા.જી. મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર