માળિયાના ખાખરેચી ગામે વર્લી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો
માળિયા (મી): માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામે વર્લી ફીચરનો જુગાર રમતા એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના ખાખરેચી ગામે આવેલ સંતોકી ઝાપા પાસે વર્લી ફીચરનો જુગાર રમતા એક ઈસમ અવચરભાઈ હમીરભાઇ ધામેચા (ઉ.વ.૩૭) રહે. ખાખરેચી ગામ, સરદારનગર તા. માળિયા (મી) વાળાને રેઇડ દરમ્યાન રોકડ રકમ રૂ.૮૦૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.