સોશિયલ મીડિયા પોસ્ટમાં સંક્રમિત દર્દીએ જણાવ્યું કે તેને હોસ્પિટલના બાથરૂમમાં નર્સની સાથે સેક્સ માણ્યો (સિમ્બોલિક ઈમેજ)
કોરોના વાયરસની મહામારીએ વિશ્વભરમાં કરોડો લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. મહામારીને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ આ વચ્ચે કેટલાંક લોકો બેદરકારીની હદ પાર કરતા જોવા મળે છે. આવો જ એક એક વિચિત્ર કહી શકાય તેવો મામલો સામે આવ્યો છે ઈન્ડોનેશિયાના જકાર્તામાં. જ્યાં એક હોસ્પિટલમાં એક ગે નર્સે કોરોનાના દર્દી સાથે હોસ્પિટલના ટોયલેટમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ જાણકારી સામે આવ્યા બાદ હોસ્પિટલ પ્રશાસને બંનેને આઈસોલેટ કરી દીધા છે. મીડિયા રિપોટસ મુજબ શખ્સે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને આ સમગ્ર મામલાની જાણકારી આપી છે.
જકાર્તામાં એક શખ્સ કોરોનાથી સંક્રમિત થયો. સંક્રમણ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં સંક્રમિત દર્દીએ જણાવ્યું કે તેને હોસ્પિટલના બાથરૂમમાં નર્સની સાથે સેક્સ માણ્યો. ધ સનના રિપોર્ટ મુજબ- દર્દીએ વ્હોટ્સએપનો સ્ક્રિન સોટ પણ શેર કર્યો જેમાં બંને વચ્ચે થયેલી વાતચીતનો ઉલ્લેખ છે. સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયા પોસ્ટ દરમિયાન થયો. જેના પર પ્રશાસનની નજર પડી અને અધિકારીઓએ તે ગે નર્સ અને દર્દી એમ બંનેની પૂછપરછ કરી હતી. પૂછપરછ સમયે બંનેએ ટોયલેટમાં સેક્સ માણ્યો હોવાની વાત કબુલી હતી. સાથે જ નર્સે જણાવ્યું કે સેક્સ દરમિયાન તેને પોતાની PPE કીટ પણ ઉતારી નાખી હતી.
રિજનલ મિલ્ટ્રી કમાન્ડના ઈન્ફોર્મેશન હેડ લેફટનન્ટ કર્નલ હેરવિન બીએસએ જણાવ્યું કે, દર્દી અને નર્સ બંનેની ધરપકડ કરવામાં આવી છે. તેઓએ વધુમાં કહ્યું કે, “આ કેસ સેન્ટ્રલ જકાર્તા પોલીસને ટ્રાંસફર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલના અન્ય હેલ્થ વર્કર્સને વિશ્વાસમાં લઈ તેની પાસેથી પણ માહિતી લેવામાં આવી રહી છે.” કોરોનાગ્રસ્ત દર્દીને એક ઘરમાં આઈસોલેટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હેલ્થ પ્રોટોકોલ નિયમ મુજબ નર્સ કોવિડ-19 દર્દીના સીધા સંપર્કમાં આવતા તેને પણ થોડા સમય માટે આઈસોલેટ કરવામાં આવ્યો છે. ઈન્ડોનિશિયા એક્સપર્ટના રિપોર્ટ મુજબ, કોવિડ-10 સંક્રમિત વ્યક્તિ સાથે સેક્સના આરોપમાં મેલ નર્સને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. હાલ બંનેને અલગ અલગ આઈસોલેશટેડે કરી કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે. બંને પર ઈન્ડોનેશિયા પોર્નોગ્રાફિક કાયદા અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. ઈન્ડોનેશિયા નેશનલ નર્સ એસોસિએશન મુજબ નર્સ પર લીગલ ચાર્જિસ લગાડવામાં આવ્યા છે.