Saturday, January 18, 2025

લુણસર ગામે વનરક્ષકની ફરજમાં રૂકાવટ કરી ત્રણ શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ધોળાકુવા વિસ્તારમાં વનરક્ષકને હાની પહોંચાડવા આરોપીએ આઇવા ડમ્પર ગફલત ભરી રીતે ચલાવી વનરક્ષકની ફરજમાં રૂકાવટ કરી આરોપીઓએ વનરક્ષકને તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર વીડી જાંબુડીયા ફોરેસ્ટ ક્વાર્ટરમા રહેતા અને વનરક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ હીરાભાઈ સોલંકી (ઉ.વ.૨૮) એ આરોપી રમેશભાઈ જાલાભાઈ ગમારા રહે. ધોળાકુવા, તથા આઇવા ડમ્પર રજીસ્ટર નંબર -જીજે-૧૩- એ.એકસ-૬૩૫૭ વાળા ડ્રાઈવર તથા મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.એન-૨૬૬૪ ના ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના કબ્જાવાળુ આઇવા ડમ્પર જીજે-૧૩- એ.એક્સ- ૬૩૫૭ પુર જડપે અને ગફલત રીતે ચલાવી અને રાજ્યસેવક (ફરી.)ને જાન હાની પહોચે તે રીતે બેફરાઇથી હંકારી ફરી.ની ફરજની કામગીરી અટકાવવા તથા હાની પહોચાડવાની ધમકી આપી પોતાના હવાલા વાળુ આઇવા ડમ્પર લઇ ભાગી જઇ તથા આરોપી ડમ્પર ચાલક તથા બાઈક ચાલકએ પણ રાજ્યસેવકની ફરજમા અટકાયત કરી ફરીયાદી તથા સાહેદ રાહુલ વાંકને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર