Sunday, January 5, 2025

મોરબી:કાનો ભરવાડ તો બચી ગયો પણ તમે ધ્યાન રાખજો છરીઓ ના ઘા થી તમારા બાળકો અને પરિવાર રઝળી પડશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઉપરોક્ત તસ્વીર કાના લખમણ ગમારા (ભરવાડ) ની છે જે મૂળ ચકમપર મા પોતાના માતા,પિતા,પત્ની અને ૪ નાના બાળકો સાથે રહે છે અને પીપળી રોડ પર આવેલ રંગપર-બેલા ગામ વચ્ચે ચા ની કેબિન અને કેન્ટિન ચલાવી મહેનત કરી ઇઝ્ઝત થી જીવે છે આ કાના ભરવાડ નો ગુનો એટલો જ છે કે તે નાનો માણસ છે અને મહેનત કરી ખાઇ છે

સૌથી પહેલા આ CCTV ફૂટેજ જુઓ કઈ રીતે લુખ્ખા તત્વો આતંક મચાવે છે

હમણાં ૧૦ દિવસ પહેલા રાતે ૧૨ વાગ્યા ની આસપાસ અમુક નસા ના આદિ તત્વો તેની કેબિન પર આવી ગાળાગાળી કરી જાનલેવા હુમલો કરે છે.જેમા કાનાભાઈ ને આંખ નીચે છરી નો ઘા લાગે છે, આ હુમલાખોર ગેંગ અગાઉ થી તીક્ષ્ણ હથિયારો રાખી ફરે છે જાણે તેને કોઈ નો ડર ન હોય પોલીસ તેને દારૂ ના ઠેકા ની જેમ કોઈ પણ ઉપર હુમલો કરી દેવાનો પરવાનો આપ્યો હોય

હમણાં મહિના પહેલા જ બેલા રંગપર ગામના લોકોએ તાલુકો પોલીસ સ્ટેશન મા અલ્ટીમેટમ આપ્યું હતું કે જો પોલીસ આવી લૂખી ગેંગ ઉપર કાયવાહી કરી જુગારના ઠેકા બંધ નહીં કરાવે અને છરી લઈ ને ફરતી ગેંગ ઉપર કાયવાહી નહીં કરે તો ગામલોકો એ કાયદો હાથમાં લેવા ની ફરજ પડશે અને કોઈ પણ ઘટના ઘટે તેની જવાબદારી તાલુકા પોલીસ ની રહેશે આ અલ્ટિમેટ લોકોના ભયની ચાડી ખાઇ રહી છે

કાના ભરવાડ ને આંખ નીચે છરી વાગતા ધોકા ના માર લગતા રાતે મોરબીની સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે દાખલ થાય છે ત્યારે પોલીસ કોઈ તું તું મેં મેં નો કેસ હોઈ તેમ સગા વહાલાં ની જેમ ખબર પૂછવા આવે છે,ફરિયાદ અને CCTV ફૂટેજ ના પૂરવા અંગે ચક્રવાત ન્યુઝ દ્વારા કાનાભાઈને પૂછતા તેવો ને કોઈ જાણકારી નથી કેમ કે તેવો ભણેલ નથી

આ બાબતે ચક્રવાત ન્યુઝ દ્વારા એસ પી ઓફિસ જાણ કરી અને તાલુકા પીઆઈ મકવાણા ને ફરિયાદ અંગે પૂછતા તેવો રાજા હોય અને ઉપકાર કરતા હોય એમ પીડિત ને મારી પાસે મોકલો તેવી વાતો કરે છે, આવી ગંભીર બાબત માં પોલિસ તત્કાલીન CCTV પૂરવા સાથે આરોપીને પકડવાની કામગીરી કરવી જોઈ પણ પોલીસ ને ફકત મલાઈ વાળી કામગીરી માં જ રસ હોય તેમ કોઈ આવ્યું નહીં અહેવાલ ચક્રવાતમાં પ્રસારિત થતા બે દિવસ પહેલા પોલીસ ઘટના સ્થળ પર આવી હતી

આ બનાવ કાના ભરવાડ નો નહિ પણ દરેક ગરીબ વ્યક્તિ જે પરિવાર માટે રાત્રે મોડે સુધી મહેનત કરી ને પરત ફરતા વ્યક્તિ માટે છે કેમ કે આવા તત્વો નજીવી બાબત, રકમ કે મોબાઇલ માટે નસાની અવસ્થામાં તમારી પણ ઘાતકી હત્યા કરી નાખે , હમણાં ખોખરા હનુમાન પાસે કારખાનામાં કામ કરતા મજૂર ની ૭ હજાર રૂપિયા અને મોબાઇલ લૂંટમાં છરીના ઘા મારી ક્રૂર હત્યા કરી નાખી , જેના નાના બાળકો અને પત્ની નોધારા થઈ ગયા બાદ માં પોલીસ આરોપી ને પકડી પ્રેસ કરે તો પણ પરિવારે ગુમાવેલ સ્વજન પરત આવવાનું નથી

હાલ કાના ભરવાડ નો પરિવાર ભયના ઓથા તળે છે તેની જોડે તેના પિતા લખમણ ભાઈ પણ ચાની દુકાન પર જાગે છે, પોલીસ નાના વ્યક્તિ ના લોહીની કિંમત ન હોઈ તેમ વર્તી રહી છે. કા તો લાશ ન લિયો ત્યાં સુધી કા કોઈ સમાજ આવેદન ન આપે ત્યાં સુધી ફરિયાદ નોંધાતી નથી , હાલ માં ફરિયાદ લખવું એ જ અઘરું કામ થઈ ગયું છે

મોરબી તાલુકા પોલીસની હપ્તા ઘોરી અને દેશી દારૂના હાટડા માં જયારે કોઈ નસાનો આદિ પોલીસ માંથી જ કોઈ ના પરિવાર નો ભોગ લેશે ત્યારે સામાન્ય માણસ અને કાના ભરવાડ જેવા લોકો ની પીડા સમજશે

હમણાં રાજ્યના અગ્ર ગૃહ સચિવ મનોજકુમાર દાસ દ્વારા દરેક જિલ્લા ના એસ.પી ને પત્ર લખી અરજી નહીં પણ ફરિયાદ લખવામાં બેદરકારી રાખશે તો કડક કાર્યવાહી ની ચીમકી આપી છે તેમ છતાં આવા આદેશ ને મોરબી તાલુકા પી.આઈ મકવાણા ઘોળીને પી ગયા હોઈ તેવું લાગી રહ્યું છે અને આ કિસ્સામાં આજ દિવસ સુધી FIR કરી નથી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર