Tuesday, September 17, 2024

હળવદ: પ્રેમ લગ્નનનો ખાર રાખી યુવક પર બે શખ્સોનો પિસ્તોલ તથા છરી વડે જીવલેણ હુમલો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ : હળવદમાં પ્રેમ લગ્ન કરી કોર્ટ મુદત પૂરી કરી યુવક અને યુવતી મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે બે શખ્સોએ આવી યુવકને છરી વડે ઈજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાના ઇરાદે પિસ્તોલ કાઢી ફાયરીંગ કરવાની કોશિશ કરી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા અને હાલ જામનગર ગોકુલનગર સાયોના શેરી નં -૦૨ નાગજીભાઈ સુરેશભાઈ ધારવીયાના મકાનમાં રહેતા પ્રદ્યુમનસિંહ દશરથસિંહ ઉર્ફે દશુભા પરમાર (ઉ.વ.૨૭) એ આરોપી રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ મનજીભાઈ ભોરણીયા તથા પ્રેમ ઉર્ફે કાનો રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભોરણીયા રહે બંને. જુના દેવળીયા તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૧૨-૨૦૨૩ ના રોજ ફરીયાદીએ આરોપી રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈની દીકરી તુલસી સાથે પ્રેમલગ્ન કરેલ હોય તેનાથી નારાજ થઈ પ્રેમ લગ્ન બાબતની અદાવત રાખીને ફરીયાદી તથા ઈજા પામનાર પંકજસિંહ દશરથસિંહ પરમાર તથા અન્ય સાહેદ હળવદ કોર્ટ મુદત પૂરી કરી મોટરસાયકલ લઈ જતાં હતા ત્યારે બન્ને આરોપીઓએ જાનથી મારી નાખવાના ઈરાદે છરી વડે હુમલો કરેલ જેમાં આરોપી રાજેશભાઈ ઉર્ફે મુન્નાભાઈએ ફરીયાદીને ડાબી બાજુ પેટના પડખામાં છરીના બે ઘા તથા આરોપી પ્રેમ ઉર્ફે કાના એ છરીનો પીઠના ભાગે એક ઘા મારી ગંભીર ઈજાઓ કરી તેમજ ફરીયાદીના ભાઈ પંકજસિહ દશરથસિહ પરમારને પણ પેટના ભાગે તથા શરીરે બંને જણાએ છરીના ઘા મારી ગંભીર ઈજાઓ કરેલ અને આરોપી રાજેશભાઈએ ફરીયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે પિસ્તોલ બતાવી ફાયરીગ કરવાનો પ્રયત્ન કરતા જે ફરીયાદીએ ઝૂટવી લેતા બન્ને આરોપીઓ સ્થળ પરથી નાશી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર પ્રદ્યુમનસિંહ એ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો કલમ-૩૦૭,૧૧૪ તથા આર્મ એક્ટ કલમ ૨૫(૧-બી) (એ),૨૭,૨૯તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર