મોરબી: પડી ગયેલ, ખોવાયેલ 10.55 લાખથી વધુની કિંમતના મોબાઇલ શોધી કાઢી નાગરીકોને પરત કરાયા
મોરબી: મોરબી ખાતે પડી ગયેલ, ખોવાયેલ મોબાઇલ ફોન નંગ- ૬૬ કિ.રૂ. ૧૦,૫૫,૦૪૧ની કિંમતના મોબાઇલફોન શોધી કાઢી નાગરીકોને મોરબી એલ.સી.બી. તથા મોરબી તાલુકા પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મોરબી નાઓએ મોરબીના રહીશોના કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને જરૂરી સુચના કરેલ હોય જેથી પોલીસ અધિક્ષક મોરબીની સુચના તથા તેઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબી તથા પોલીસ ઇન્સ મોરબી તાલુકા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટેકનીકલ સેલ મોરબીનાઓએ પ્રજાજનોના કિંમતી મોબાઇલફોન કે જે ચાલુ વાહન પડી ગયેલ, પબ્લીક ટ્રાન્સપોટેશનમાં ભુલાઇ ગયેલ હોય કે કોઇ ચિજ વસ્તુની ખરીદી કરતી વખતે દુકાન, લારી ખાતે ભુલી ગયેલ હોય તેવા મોબાઇલફોન પરત મેળવવા સારૂ અરજદાર દ્વારા અરજી કરેલ હોય જે અરજી ઉપર મોરબી એલ.સી.બી. તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફના દ્વારા પુરતુ ધ્યાન આપી ટેકનીક માધ્યમ તથા ફિલ્ડવર્ક કરી આ કામગીરીને સફળ બનાવી મોરબીની જનતાના અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ જેમાં મોરબીતાલુકા પોલીસ દ્વારા ર૪ નંગ મોબાઇલફોન કિ.રૂ. ૩,૬૦,૦૦૦/- તથા મોરબી એલ.સી.બી. દ્વારા ૪૨ નંગ મોબાઇલફોન કિ.રૂ. ૬,૯૫,૦૪૧/- ના મળી કુલ ૬૬ નંગ મોબાઇલફોન જેની કુલ કિ.રૂ. ૧૦,૫૫,૦૪૧/- ની કિમતની મિલ્કત જે તે મોબાઇલફોન ધારકને આજરોજ પરત આપી મોરબીના રહીશોના કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવાની ઉમદા કામગીરી કરી મોરબી પોલીસ ‘ દ્વારા “ સેવા સુરક્ષા શાંતિ ” ના સુત્રને સાર્થક કરેલ છે.