લુંટ: હળવદના રાયસંગપર ગામે ત્રણ શખ્સોએ 75 વર્ષીય વૃદ્ધ મહિલાની 1.25 લાખની બુટી લુંટી
હળવદ: હળવદ તાલુકાના રાયસંગપર ગામે ત્રણ શખ્સોએ વૃદ્ધ મહિલાના ઘરે જઈ ઘરનો દરવાજો ખખડાવી મહિલાએ દરવાજો ખોલતા મહિલાને પકડી નીચે પાડી દઈ કાનમાં પહેરેલ બુટી કિં રૂ. ૧,૨૫,૦૦૦ ના મુદામાલની લુંટ ચલાવી નાશી ગયા હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના રાયસંગપર ગામે રહેતા રૂખીબેન બાવલભાઈ તારબુંદીયા (ઉ.વ.૭૫) એ આરોપી અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ત્રણ ઇસમો ફરીયાદીના ઘરે આવી ઘરનો દરવાજો ખખડાવી ફરીયાદી દરવાજો ખોલતા ફરીયાદીને પકડી નીચે પાડી દઇ ડાબા કાનમા પહેરેલ સોનાના ઠોળીયા (કાનની બુટી) ખેચીને કાઢી લઇ કાનની બુટી તોડી નાખી ઇજા કરી તથા જમણા કાનના ઠોરીયા (કાનની બુટી) પણ કાઢી લઇ સોનાના ઠોળીયા (કાનની બુટી નંગ-૨) વજન આશરે બે તોલાની કિમત રૂ.૧,૨૫,૦૦૦/- ના મુદામાલની લુંટ કરી ભાગી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.