મોરબીમાં નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠીનું આવતીકાલે લોકાર્પણ
સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવી સ્મશાન ભઠ્ઠી અને બિલ્ડીંગ બાંધકામનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
મોરબીમાં સામાકાંઠા વિસ્તાર ખાતે આવેલ સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્મશાન ગૃહમાં કેન્દ્રીય ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી બનાવેલ નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી અને નવા બિલ્ડીંગ બાંધકામની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ નવા પ્રકલ્પનું લોકાર્પણ ૧૫ માર્ચ ૨૦૨૫, શનિવારે સાંજે ૫ વાગ્યે કરવામાં આવશે. કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે, જ્યારે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે અને નાયબ કમિશનર સંજયકુમાર સોની વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે. આ લોકાર્પણ સમારોહ મોરબી-૨, વેજીટેબલ રોડ, ઉમા વિદ્યાપીઠ સંકુલ સામે, સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે યોજાશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમ યાદીમાં જણાવાયું છે.