લોકસભા ચૂંટણીમાં મોરબી – માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મતદાન કર્યું
મોરબી: લોકસભા ચુંટણી માટે મતદાનનો પ્રારંભ સવારથી થઇ ચુક્યો છે ત્યારે મોરબીના રવાપર રોડ પર નીલકંઠ વિધાલય ખાતે મતદાન પૂર્વે જ મતદારોએ લાઈનો લગાવી હતી અને મતદાન શરુ થતા જ ઉત્સાહપૂર્ણ મતદાન શરુ કરવામાં આવ્યું છે ત્યારે મોરબી – માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મતદાન કર્યું હતું.
મોરબી-માળિયા ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને કાન્તિલાલ અમૃતિયાએ જ્યાંથી મતદાન કર્યું તે બુથ પર મતદારોનો ઉત્સાહ જોઇને તેઓ ખુશ થયા હતા લોકશાહી પર્વને દિપાવવા માટે મતદાર વહેલી સવારથી લાઈન લગાવી ઉભા હોય જેથી તેમને મતદારોને બિરદાવ્યા હતા.