Sunday, November 24, 2024

લોકડાઉન 2021: દિલ્હીમાં વીકએન્ડ લોકડાઉન, જાણો કોને મળશે છૂટ અને કોના પર લાગશે કર્ફ્યુના નિયમો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દેશમાં કોરોનાના વધતા જતા સંક્રમણને રોકવા માટે કેટલાક રાજ્યોએ મહત્વપૂર્ણ પગલા લીધા છે. દિલ્હી સરકારે આજથી વીકએન્ડ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે, જ્યારે ઉત્તરપ્રદેશ સરકારે દસ જિલ્લામાં નાઇટ કર્ફ્યુ નો સમય આઠથી સવારે સાત વાગ્યા સુધી વધાર્યો છે. આ ઉપરાંત દેશના ઘણા રાજ્યોએ યોજાનારી ધોરણ10 ની અને 12 ની પરીક્ષાઓ મુલતવી રાખી છે. મહારાષ્ટ્રમાં પહેલાથી જ 15 દિવસ માટે કડક નિયમો લાદવામાં આવ્યા છે. ચાલો આપણે જાણીએ કે દેશમાં ક્યાં અને કેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે. કોરોનામાં ગંભીર સંકટનો સામનો કરી રહેલ દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ સાથેની બેઠક બાદ મુખ્ય પ્રધાન કેજરીવાલે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં વિકેન્ડ કર્ફ્યુ લાદવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે લોકોએ કામના દિવસ દરમિયાન બહાર જવું પડે છે, પરંતુ મોટાભાગના લોકો જે લોકો વીકએન્ડ પર ઘરની બહાર જાય છે તે મનોરંજન માટે અથવા અન્ય પ્રવૃત્તિઓ માટે જાય છે જેને રોકી શકાય છે. તેથી, કોરોના ચેનને તોડવા માટે સપ્તાહના અંતમાં કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે. તેમણે લોકોને ખાતરી આપી કે દિલ્હીમાં હાલ કોવિડ દર્દીઓ માટે બેડની કોઈ અછત નથી. હાલમાં પાંચ હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે અને મોટા પાયે બેડ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓક્સિજનના બેડને વધારવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આવશ્યક સેવાઓ પ્રતિબંધની બહાર રહેશે. લગ્ન સમારોહ સાથે સંકળાયેલા લોકોને કર્ફ્યુ પાસ આપવામાં આવશે.

ક્યારથી ક્યાં સુધી રહશે વીકએન્ડ કર્ફ્યુ જાણો ?

શનિવાર સવારે પાંચથી સોમવારે સાવરે પાંચ વાગ્યા સુધી વીકએન્ડ કર્ફ્યુ રહશે.

કોને છૂટ મળશે, કોને નહીં જાણો ?

મોલ્સ, જીમ, સ્પા અને ઓડિટોરિયમ બંધ રહેશે

સિનેમા હોલ 30 ટકાની ક્ષમતા સાથે ખુલશે

આવશ્યક સેવાઓ ચાલુ રહેશે, કર્ફ્યુ પાસ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે

ઝોન મુજબ, દરરોજ એક સાપ્તાહિક બજારની મંજૂરી આપવામાં આવશે – રેસ્ટોરન્ટથી ફક્ત હોમ ડિલિવરીની મંજૂરી હશે.

આ લોકોને કર્ફ્યુમાં મળશે છૂટ.

ભારત સરકાર, દિલ્હી સરકાર, ન્યાયિક સેવાઓના અધિકારીઓ અને કર્મચારીઓ

આરોગ્ય, અગ્નિશામક, પોલીસ, પરિવહન વિભાગ-વીજળી-પાણી, સ્વચ્છતા, ગેસ પુરવઠા વગેરેથી સંબંધિત લોકો.

ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ.

સગર્ભા સ્ત્રીઓ, દર્દીઓ માટે પણ છૂટ.

એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડથી મુસાફરી કરનારા મુસાફરો માટે ટિકિટને પાસ ગણવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર