Tuesday, September 24, 2024

લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રોકેટ સાયન્સ અને અંધશ્રદ્ધા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તથા વિશ્વ સાક્ષરતા દિવસનાં અનુસંધાને “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારાં આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તથા વિશ્વ સાક્ષરતા દિવસેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થિની ઓને અંધશ્રદ્ધા જાગૃતિ તેમજ રોકેટ વિજ્ઞાન જેમાં વિધાર્થિની ઓને વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા મટીરીયલ માંથી માર્ગદર્શન પ્રમાણે જાતે રોકેટ બનાવ્યા અને પોતાની જાતે રોકેટ લોન્ચ કર્યા હતા. “શ્રીમતિ એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ મોરબી” ખાતે રોકેટ સાયન્સ તથા અંધશ્રદ્ધા જાગૃતિ વિજ્ઞાન પ્રોજેક્ટની રજુઆત દિપેનભટ્ટ તરફથી કરવામાં આવ્યો હતો.

આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તથા વિશ્વ સાક્ષરતા દિવસે શ્રીમતી એમ.પી શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ, સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સોસાયટી ટ્રસ્ટીઓ, પ્રદીપભાઈ રજનીશભાઈ તેમજ દેવાંગ ભાઈ તથા આચાર્યા નિમાવત મેડમ, ઉષાબેન જાદવ તથા સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારાં પૂર્ણ સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી તેમ લોક વિજ્ઞાન કેન્દ્રના એલ એમ ભટ્ટની યાદીમાં જણાવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર