રાજકોટ જિલ્લામાં સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી અડિંગો જમાવ્યો છે. ત્યારે હવે તો આ સિંહો રાજકોટની હદ સુધી પહોંચી ગયા છે. સિંહોએ ગત મોડી રાતે આજી ડેમ પાસે ગાયનું મારણ કરી મીજબાની માણી હતી અને પરત વીડી વિસ્તારમાં ચાલ્યા હતા.36 જેટલા પશુનું મારણ કર્યું હતું. છેલ્લા એક મહિનામાં સિંહો ગોંડલ તાલુકા વિસ્તાર, ભાયાસર, લોધીકા, શાપર-વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કર્યાં છે. હવે રાજકોટની હદ વિસ્તારમાં સિંહો જોવા મળતા હવે લાગી રહ્યું છે કે ટુંક સમયમાં સિંહો રાજકોટ શહેરમાં પણ આવી પહોંચશે.
ગત રાત્રીના રાજકોટ શહેરની હદ સુધી સાવજો પહોંચી ગયા હતા. સિંહોએ આજી ડેમ પાસે ગાયનું મારણ કરી મીજબાની માણી હતી. સિંહોએ કાળુભાઈ બીજલભાઈ મુંધવાની ગાયનું મારણ કર્યું હતું. મારણ કરી મીજબાની માણીને સિંહો વીડી વિસ્તારમાં પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો રસ્તા પરથી પસાર થતાં એક રાહદારીએ તેના કેમેરામાં કેદ કરી લીધો હતો.