Wednesday, April 16, 2025

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા પાંચમું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ કેન્દ્ર શરૂ કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા સાત્વિક ક્લિનિક, શિવમ પ્લાઝા, મહેન્દ્રનગર ખાતે વિનામૂલ્યે કાયમી પાંચમું ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ સેન્ટરનું ક્લબના પ્રમુખ કેશુભાઈ દેત્રોજાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું.

આ પ્રસંગે ઉપસ્થિત લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા એ જણાવેલ કે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા જીવદયા, પર્યાવરણ, શિવણ ક્લાસ, કુપોષિત બાળકોને દતક લેવા જેવા આરોગ્ય વિષયક જેવા અનેકવિધ સેવાયજ્ઞ ચાલેછે. આ સેવામાં વધારો કરી મોરબી 2, અને મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં લોકોની સુખાકારી માટે વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી. અને ઓક્સિજન ચેકઅપ કરી આપવામાં આવશે તો આ વિસ્તાર ના લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટને સફળ બનાવવા લા. નાનજીભાઈ મોરડિયા, લા. મનસુખભાઈ જાકાસણીયા પ્રોજેક્ટ ચેરમેન રશ્મિકા રૂપાલા, લા. મણીલાલ કાવર તેમજ લાયન ક્લબના સભ્યોએ ભારે જહેમત ઉઠાી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર