Tuesday, September 17, 2024

લીલાપર પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ, પ્રવેશોત્સવ અને વય નિવૃત્તિ વિદાય કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: લીલાપર પ્રાથમિક શાળામાં આંગણવાડી જુનાલીલાપર પ્રાથમિક શાળા, લીલાપર હાઇસ્કુલ અને લીલાપર પ્રાથમિક શાળાનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સાથોસાથ શાળામાં વય નિવૃત થનાર શિક્ષક અંબાણી મગનલાલ નાનજીભાઈનો વિદાય કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

જેમાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-1, ધોરણ-9 માં નવીન પ્રવેશ મેળવેલ તમામ બાળકોને શૈક્ષણિક કીટ અને જરૂરી સાહિત્ય આપી શાળામાં પ્રવેશ આપાવ્યો. જેમાં તાલુકા વિકાસ અધિકારી-મોરબી પી.એસ ડાંગર સી.આર.સી. મોરબી શૈલેષભાઈ કાલરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વધુને વધુ બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે તેવી ગામ લોકોને અપીલ કરી હતી. કાર્યક્રમમાં વિવિધ સિદ્ધિ મેળવેલ ધોરણ ૩ થી ૮ પ્રથમ નંબર મેળવેલ, નવોદયમાં પસંદ થનાર વિદ્યાર્થી, જ્ઞાન સાધના, જ્ઞાનસેતુ, NMMS પરીક્ષામાં ઉતીર્ણ થયેલ અને મેરીટમા સ્થાન મેળવનાર વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું. નિલેશભાઈ દેથરીયા દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. R.O .Plan ના દાતા સ્વ. વશરામ અવચરભાઈ હસ્તે.કેતનભાઇનું સન્માન કરવામાં આવ્યું. અને 11000 રૂપિયાનું દાન ભીખાભાઈ મોહનભાઈ દેત્રોજા દ્વારા આપવામાં આવ્યું આ ઉપરાંત અન્ય ગ્રામજનોએ શાળા માટે દાનની સરવાણી વહાવી આ સાથે શાળા માંથી નિવૃત્ત થનાર શિક્ષક મગનભાઈ અંબાણીએ પણ રૂપિયા 11000નું દાન શાળા માં આપવામાં આવ્યું.

વિદાય કાર્યક્રમમાં ગામના અને ટંકારા પડધરીના ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરિયા બહાર હોવાથી હાજરી આપી શકેલ ના હતા પણ તેને ટેલીફોનીક દ્વારા શાળા પ્રવેશોત્સવ અને નિવૃત શિક્ષક મગનસાહેબને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો .સમગ્ર કાર્યક્રમની શોભા વધારવા અરવિંદભાઈ વાસદળિયા મોરબી ભાજપ પ્રમુખ, કેતનભાઇ મારવણીયા તાલુકા પંચાયત સદસ્ય મોરબી , રવી વાલાભાઈ મોરબી ભાજપ ઉપપ્રમુખ મોરબી , આ ઉપરાંત ગામના સરપંચ, SMC ના અધ્યક્ષ , SMC ના સભ્યો, માજી સરપંચ ગામના ઉદ્યોગપતિઓ અને લીલાપર શાળામાં નિવૃત્ત થયેલ શિક્ષકો પણ ખાસ હાજર રહ્યા હતા અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા અને કાર્યક્રમમાં ગામમાં લોકોએ ખુલા મને ફાળો આપ્યો હતો.

આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય અને તેના શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ સમગ્ર કાર્યકમને સફળ બનાવવામાં શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર