છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી સીટી-બી ડિવિઝન પોલીસ
મોરબી: છેલ્લા ચાર મહિનાથી પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની કલમ- ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧ મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી પ્રભાતભાઇ ઉર્ફે પરબતભાઇ મથુરભાઇ વાટુકીયાને મોરબી, ત્રાજપર ચોકડી પાસેથી પકડી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.