લલીતભાઈ અમૃતલાલ મહેતાનું અવસાન થતા તેમની સ્મૃતિમાં વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું
વાંકાનેરના વતની લલીતભાઈ અમૃતલાલ મહેતાનું તારીખ ૮.૭.૨૦૨૩ના રોજ અવસાન થતા તેમની સ્મૃતિમાં આત્મજ્યોત એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું.
લલિતભાઈ શ્રી સરસ્વતી શિશુમંદિર – વાંકાનેરના પ્રમુખ, સંઘના ખૂબ જૂના કાર્યકર્તા, ભૂતપૂર્વ રાજ્યસભાના સાંસદ, રાજકોટ નાગરીક બેંકના પૂર્વ એમ.ડી. , વીવીપી એન્જિનીયરીંગ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી, વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ આંખની હોસ્પિટલ તેમજ ગૌશાળા સંચાલક હતા.
તેમની સ્મૃતિમાં આત્મજ્યોત એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી સરસ્વતી શિશુમંદિર – શકત શનાળા મુકામે વ્યાખ્યાનમાળા યોજાઈ. જેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય પક્ષિમ ક્ષેત્ર સંઘચાલાક ડો.જ્યંતિભાઈ ભાડેસીયા હાજર રહ્યા હતા. જેમણે શિક્ષણ સેવાવ્રતી સાધક વિષય પર વાત કરી હતી. સાથે સાથે પુર્વમંત્રી તથા મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, આત્મજ્યોત એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જ્યંતીભાઈ રાજકોટીયા, લલિતભાઈના પુત્ર તુષારભાઈ તથા સંઘ તથા વિદ્યાભારતીના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.