મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ મળ્યો
મોરબીના લાલપર ગામ નજીક ક્રિષ્ના હોટેલ પાસે ડૂબી ગયેલ યુવકનો ભારે જેહમત બાદ ફાયર વિભાગ દ્વારા મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા ફાયર કન્ટ્રોલરૂમમા કોલ મળેલ લાલપર ગામ નજીક ક્રિષ્ના હોટેલ પાસે એક યુવક ડૂબી ગયેલ છે જની શોધખોળ માટે જતા બે દિવસબાદ ભારે જેહમત બાદ આજે કેનાલમાં ડૂબી ગયેલ વિપુલભાઈ ભુપતભાઇ કણસાગરા (ઉ.વ.૨૨) નામના યુવકનો મૃતદેહ શોધી કાઢી બહાર કાઢવામાં આવ્યો હતો.