નજીવી બાબતે મારામારી: લાલપર નજીક મિત્રએ મિત્રને બેટ વડે મારમાર્યો
મોરબીના લાલપર અજંતા ઓરશન ઝોન ફ્લેટના કેમ્પશમા યુવક અને આરોપી મિત્ર હોય અને યુવક અવારનવાર આરોપીને ફોન કરતો હોય જે બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં યુવકને આરોપીએ બેટ વડે મુંઢમાર મારી જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના રફાળેશ્વર ગામે રહેતા અને હાલ મોરબીના લાલપર અજંતા ઓરશન ઝોન ફ્લેટ સી-૧ બીલ્ડીંગ બ્લોક નં -૩૦૪મા રહેતા અશોકભાઇ દલાભાઈ રાઠોડ (ઉ.વ.૩૮) એ આરોપી હીતેશ દિનેશભાઇ રાવળદેવ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપી બન્ને એકબીજાના મિત્ર હોય અને ફરીયાદી અવાર નવાર આરોપીને ફોન કરતા હોય જે બાબતે બન્ને વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં આરોપીએ ફરીયાદીના હાથમા રહેલ બેટ વડે ફરીયાદીને માર મારી ફરીયાદીને જાતી પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.