લક્ષ્મણજી વીર છે તો રામ રઘુવીર છે પરંતુ હનુમાન મહાવીર છે- ધીરેન્દ્ર શાસ્ત્રી
મોરબીના બેલા ખાતે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે કથામાં બાબા બાગેશ્વર પધાર્યા હતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મોરબી આવ્યા હતા જેઓએ ભક્તોને ધૂન બોલાવી હતી તો હિન્દુત્વ વિષે અનેક વાતો કરી હતી
બાબા બાગેશ્વરે મોરબીના ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગ અંગે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ સમયની નગરીમાં આવ્યા છે તિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ મામલે બોલતા તેઓએ જણાવ્યું હતું કે દરેક મંદિરમાં ગૌશાળા રાખો તેનાથી જ પ્રશ્ન ઉકેલાશે અને પ્રસાદનો જે વિવાદ થયો તેવું કોઈ ધર્મવિરોધીનું ષડ્યંત્ર સફળ નહિ થાય. જેમ વકફ બોર્ડ હોઈ સકે તો સનાતન હિંદુ બોર્ડ કેમ નહિ ? મંદિરોને બચાવવા માટે સનાતન હિંદુ બોર્ડનું ગઠન સરકારે કરવું જોઈએ અને પ્રત્યેક મંદિરમાં ગૌશાળા બનાવવી અનિવાર્ય છે જેનાથી ગૌમાતા સુરક્ષિત થશે અને ગૌ માતાના દુધથી ભગવાનને અભિષેક થશે અને શુદ્ધ પ્રસાદ બનશે તો તેઓ હિંદુ મુસ્લિમ કરે છે તેવા આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું હતું કે તેઓ હિંદુ હિંદુ કરે છે હમે દેશમે દંગા નહિ ગંગા ચાહિયે તો દરેક હિંદુ પરીવારને એક પરિવાર એક ગાયનું સૂત્ર આપ્યું હતું ગાય માતા રોડ પર હોય તે દુર્ભાગ્ય સમાન ગણાવ્યું હતું