વિદેશીદારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી
ભારતિય બનાવટના વિદેશીદારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી
અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ, તથા રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીના સૂચના મુજબ મોરબી જીલ્લાના મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહીબીશન ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ, તરફ મોકલતા જી.ટી.પંડયા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની અટકાયત કરવા સારૂ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.મોરબીના પો.સબ.ઇન્સ.કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના કર્મચારીઓની ટીમ બનાવી ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા પ્રયત્નસીલ હર્તા દરમ્યાન સામાવાળા ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા / આહીર ઉ.વ.૪૨ રહે. જુના નાગડાવાસ તા.જી. મોરબી વાળાને આજ તા.૧૨/૦૯/૨૦૨૩ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત હવાલે કરવામાં આવેલ છે.