ટંકારાના લજાઈ ગામે કારખાનાના મશીનમાં આવી જતા મહિલાનું મોત
ટંકારા તાલુકાના લજાઈ ગામે સ્વસ્તિક કારખાનામાં મશીનમાં દુપટ્ટો આવી જતા ગળેફાંસો લાગી જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે સ્વસ્તિક કારખાનામાં મજુર ઓરડીમાં રહેતા સવિતાબેન રાજુભાઇ મંડોડ ઉ.વ.૩૧ વાળા ગત.તા. ૧૮-૧૨-૨૦૨૩ ના રોજ સ્વસ્તિક કારખાનામાં મજુર કરતા હોય તે દરમ્યાન સવિતાબેનનો દુપટ્ટો મશીનમાં આવી જતા ગળેફાંસો લાગી જતાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.