ટંકારા તાલુકાના લજાઈ ગામના સંતશ્રી અને લજાઈ ગૌશાળાના આદ્યસ્થાપક અને ભીમદેવ મહાદેવ મંદિરના મહંત શ્રી સોહમદત બાપુની તા. ૨૬ ફેબ્રુઆરીને બુધવારે મહાશિવરાત્રીના રોજ રક્તતુલાનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ રક્તદાન કેમ્પની શરુઆત સવારે ૭:૩૦ કલાકેથી કરવામાં આવશે. એકત્ર થયેલ રક્તથી સોહમદત્ત બાપુની રક્તતુલા કરવામાં આવશે અને ત્યારબાદ આ રક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં અર્પણ કરવામાં આવશે. ત્યારે સ્વૈચ્છિક રીતે આ રક્તદાનમાં જોડાવવા અને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ ૨૨/૦૨/૨૦૨૫ થી ૨૩/૦૨/૨૦૨૫ દરમ્યાન વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે..
જેમાં તારીખ :-૨૨ ફેબ્રુઆરીના રોજ સમય:- ૮:૦૦ થી ૧૬:૦૦ કલાકે પરશુરામ ફીડર હેઠળ આવતા શ્રીમદ્ સોસા, રાજસોસા, અનુપમ સોસા, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વિગેરે વિસ્તાર તથા આસપાસ...
મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન થી ભડીયાદ તરફના આગળ રેલવે ટ્રેક પર ટ્રેને હડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે રહેતા વિજયભાઈ લાલજીભાઇ સોલંકી (ઉ.વ.૩૭) નામના યુવક મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેશન આગળ રેલ્વે ટ્રેક ઉપર પસાર થતી ટ્રેન ની હડફેટે આવતા શરીરે...
હળવદ તાલુકાના જુના ધનાળા ગામની સીમમાં આધેડના નાનાભાઈ એ પોતાના ખેતરમાં જીરૂં વાવેલ હોય જેથી બંને શખ્સોને ત્યાંથી બકરા ચલાવવાની ના પાડતા આરોપીઓએ આધેડને ધોકા વડે મારમારી આધેડના નાનાભાઈને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા...