હોલિવૂડની પોપ સિંગર લેડી ગાગાએ એક ચોંકાવનારી દુર્ઘટનાનો ખુલાસો કર્યો છે. તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એક સંગીત નિર્માતા દ્વારા ૧૯ વર્ષની ઉંમરે તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, ત્યારબાદ તે ગર્ભવતી બની હતી. તેમનું ચોંકાવનારું નિવેદન બહાર આવતા જ તેની ચર્ચા બધે જ થઈ રહી છે. લેડી ગાગા 19 વર્ષની ઉંમરે ગર્ભવતી બની હતી લેડી ગાગાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે ૧૯ વર્ષની હતી ત્યારે સંગીત નિર્માતાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. નિર્માતાએ ધમકી આપી હતી કે જો તે તેના કપડાં નહીં ઉતારે તો તેનું સંગીત નષ્ટ કરી દેશે. તેને આ આપવીતી જણાવતા આગળ કહ્યું હતું કે, ‘હું ગર્ભવતી હતી અને મને એક ખૂણા પર છોડી દીધી હતી, કારણ કે મને ઊલટી થતી હતી અને હું બીમાર હતી. ‘
આ ભયાનક ઘટના બાદ લેડી ગાગા માનસિક રીતે ભાંગી પડી હતી, જેના કારણે તે તેની સ્વસ્થતા ગુમાવીને ડિપ્રેશનમાં જતી રહી હતી. તેને ઊંડો આઘાત લાગ્યો હતો. તેમાંથી સાજા થવામાં તેમને ઘણો સમય લાગ્યો.કે તમને જણાવી દઈએ કે લેડી ગાગા ઓપરા વિન્ફ્રે અને પ્રિન્સ હેરીની નવી ટીવી સિરીઝ ‘ધ મી યુ કાન્ટ સી (The Me You Can’t See)’ જે માનસિક પરિસ્થિતિઓ સાથે ઝઝૂમે છે, તેના સ્ટેજ પર પ્રથમ એપિસોડમાં તેની આ આપવીતી વર્ણવી રહી હતી.
મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝના શરૂઆતના દિવસોમાં મળેલા આ ઘાવનો ઉલ્લેખ કરતી વખતે તે રડી પડી. તેમણે કહ્યું, “હું 19 વર્ષની હતી અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. એક નિર્માતાએ મને મારા કપડાં ઉતારવાનું કહ્યું અને તે કહેતો રહ્યો. મેં ના પાડી અને હું ચાલી ગઈ પછી તેણે મને કહ્યું કે તે મારી કારકિર્દી બરબાદ કરી દેશે અને તે અટક્યો નહીં.’ 35 વર્ષીય ગાયિકાએ કહ્યું હતું કે હવે તે ક્યારેય તેના હુમલાખોરનું નામ નહીં લે. તેણે કહ્યું, “હું આ મી ટુ આંદોલનને સમજું છું. હું જાણું છું કે કેટલાક લોકો આ મી ટુ આંદોલન સાથે ખરેખર સુરક્ષિત મહેસુસ કરે છે પરંતુ હું નથી કરતી. હું ફરી ક્યારેય તે વ્યક્તિનો સામનો કરવા માંગતી નથી ‘