મોરબી: લાભનગર સોસાયટીમાં ફટાકડા ફોડવાની ના પાડવા મુદે આધેડ છરીના ઘા ઝીકી હત્યા
મોરબીના સામાકાઠા વિસ્તારમાં આવેલા લાભનગર સોસાયટીમાં મંગળવારે રાત્રે ફટાકડા ન ફોડવાની ના પાડવાં એક માથાભારે શખ્સઅને યુવક વચ્ચે બોલાચાલી થઇ હતી બન્ને વચ્ચે ચાલતા ઝઘડામાં આધેડ વચ્ચે પડતા માથાભારે શખ્સ તેમની છરીના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોધાવ તજવીજ હાથ ધરી છે
મોરબી શહેરના સામાકાઠા વિસ્તારમાં આવેલા લાભનગર સોસાયટીમાં રહેતા લાખાભાઈ ગઢવી નામના વ્યકિતની બીમાર હોવાથી મંગળવારે મોડી રાત્રે ફટાકડા ન ફોડવા બાજુમાં રહેતા વલી નામના શખ્સને જણાવ્યું હતું જોકે વલીએ ફટાકડા ફોડવાના બંધ કરવાના બદલે વલીએ લાખાભાઈ સાથે ઝઘડો કર્યો હતો આ બન્ને વચ્ચે થતા ઝઘડા દરમિયાન રાજેશદાન અમરદાન ગઢવી નામના આધેડ વચ્ચે પડ્યા હતા અને ઝઘડો ન કરવા સમજાવવા ગયા હતા જોકે આરોપી વલી પર જાણે ખુન્નસ સવાર થઇ ગયું હોય તેમ આડેધડ છરીના ઘા ઝીંકી દેતા રાજેશભાઈએન ગંભીર ઈજા પહોચતા તત્કાલીક સારવાર અર્થે સમપર્ણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ગંભીર રીતે ઈજા પહોચી હોવાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નીવડતા રાજેશભાઈનું મોત થયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે