Sunday, March 9, 2025

L.E. કોલેજ મોરબી ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં આવેલ લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે “ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધા ૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા કુલ ૮૮ થી વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.

આ વકતૃત્વ સ્પર્ધામાં સૌપ્રથમ ડો. આર. એન. રાઠોડ, ડો. કે. બી. વાઘેલા એન.એસ.એસ. યુનિટ કો-ઓરડીનેટર દ્વારા વિદ્યાર્થીઓને વક્તવ્ય આપી ઉત્સાહ વધાર્યો હતો. તેમજ સાથો સાથ સ્પર્ધાના નિયમો, વિષયો, સમયમર્યાદા વિશે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. અને ડો. જે.બી.ભેડા. અને પ્રોફેસર ડી. કે. અણઝારીયા. મેડમે ઈવેન્ટ જજ તરીકે પોતાની ભૂમિકા નિભાવેલ અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં રાજ્ય અને દેશની સંસ્કૃતિ અને વારસા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સ્પર્ધાનુ મહત્વ સમજાવ્યું હતું.

આ સ્પર્ધા વિદ્યાર્થીઓને તેમના ભાષણ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વિકસાવવા માટે એક ઉત્તમ મંચ પ્રદાન કરે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને તેમની સંસ્કૃતિને વધુ સારી રીતે સમજવા અને તેમની પ્રતિભાને પ્રદર્શિત કરવાની તક આપે એવી આશા સાથે સંસ્થાના આચાર્ય ડો. આર.કે.મેવાડાએ ભાગ લેનાર વિદ્યાર્થીઓને સુવિચાર સાથે પારિતોષિક આપેલ. અંતે રાષ્ટ્રગીત ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરેલ.

આ કાર્યક્રમના સુચારુ સંચાલન માટે ડો. આર. એન. રાઠોડ, ડો. કે.બી. વાઘેલા અને સંપૂર્ણ એન. એસ. એસ. યુનિટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર