કચ્છ માળીયા હાઈવે પર ટ્રકનું વ્હીલ માથે ફરી વળતાં યુવકનું મોત
માળીયા (મી): કચ્છ માળીયા હાઈવે રોડ ઉપર હરીપર રેલવે બ્રીજ ઉપર યુવક ત્રણ સવારીમાં જતા હોય તે દરમ્યાન બાઈક સ્લીપ ખાઈ પડી જતા પાછળ આવી રહેલ ટ્રકનું વ્હીલ માથના ભાગે ચડી જતા ગંભીર ઇજા પહોંચતા યુવકના પિતરાઈ ભાઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તેમજ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદમા ભવાની ઢોરો લાંબી ડેરીએ રહેતા વિક્રમભાઈ પોપટભાઈ લુહારીયા (ઉ.વ.૨૨) એ આરોપી અજાણ્યા ટ્રક વાહન ચાલક વિરુદ્ધ માળીયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ટ્રક ચાલકે પોતાના હવાલાવાળુ ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના કુટુંબી ભાઇ બાબુભાઇ પોતાના હવાલાવાળુ મોટરસાયકલ જેના રજીસ્ટર નં- GJ-36-AH-5078 વાળુ ત્રણ સવારીમા ચલાવતા હોય અને આગળ જતા ટ્રક સાથે ભટકાય નહી તે માટે બ્રેક મારતા પોતાનુ બાઈક સ્લીપ ખાઇ જતા બાબુભાઈ તથા ફરીયાદી તથા રામભાઇ ત્રણેય રોડ પર પડી જતા પાછળથી આવતા કોઈ અજાણ્યા ટ્રક ચાલકે પોતાના હવાલાવાળુ વાહન ફરીયાદીને શરીરે સામાન્ય ઈજા કરી તેમજ બાબુભાઈના માથાના ભાગે ટાયર ચડાવી માથાના ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવી પોતાના હવાલાવાળો ટ્રક લઈ નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.