Thursday, December 26, 2024

ધરતીકંપ / વરસી: ગુજરાતના ઈતિહાસનો કાળો દિવસ, 26 જાન્યુઆરી 2001

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ આ દિવસ તો કોઈ ગુજરાતી કેવી રીતે ભૂલી શકે !!!

આજથી 23 વર્ષ પહેલા આજના જ દિવસે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપે વિનાશે વેર્યો હતો. 26મી જાન્યુઆરી 2001ના રોજ શુક્રવારના દિવસે બરાબર 8.45ના ટકોરે સમગ્ર દેશ સાથે કચ્છ જિલ્લો પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતો, ત્યારે અચાનક ધરા ધ્રુજવા લાગી હતી. રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાના ભૂકંપે થોડી જ ક્ષણોમાં બધું જ હતું ન હતું કરી નાંખ્યું હતું. આ ભૂકંપના એક આંચકામાં હજારો ઈમારતો પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેમાં અંદાજે 20 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

આ ભૂકંપની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. જેમાં અમદાવાદમાં પણ ભારે નુક્સાન નોંધવામાં આવ્યું હતું. કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો, ત્યારે લોકોને થોડીવાર તો ખબર જ નહોતી પડી કે આ ભૂકંપ છે, પરંતુ જ્યારે ખબર પડી, ત્યારે ચોતરફ વિનાશ જોવા મળ્યો હતો.

કચ્છના ભચાઉ તાલુકાથી 12 કિ. મી. દુર ચોબારી ગામ પાસેથી ઉદભવેલા ભૂકંપે 700 કિમી સુધીના વિસ્તારને અસર કરી હતી. 6.9ની તીવ્રતા સાથે આવેલા આ ભૂકંપમાં 20 હજાર લોકોના મોત નીપજ્યા હતા જ્યારે અંદાજે દોઢ લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સિવાય આ ભીષણ ભૂકંપમાં 4 લાખ મકાનો ધરાશાયી થયા હતા.

કચ્છ ઉપરાંત રાજ્યના 21 જિલ્લામાં આવેલા 700 કિ.મી. સુધીના ઘેરાવામાં આ ભૂકંપની અસર વર્તાઈ હતી. જેમાં ગુજરાતના 18 શહેરો 182 તાલુકા 7904 ગામો ભૂકંપની ઝપેટમાં આવી ગયા હતા. સૌથી વધુ અસર કચ્છમાં નોંધાઈ હતી. જેમાં ભૂજ, ભચાઉ, અંજાર અને રાપર તબાહ થઈ ગયા હતા.

આ સાથે જ એ દિવસે મૃત્યુ પામેલા તમામ લોકો ને ચક્રવાત ન્યુઝ વિનમ્ર શ્રધાંજલિ અર્પણ કરી રહ્યું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર