શિબિરમાં હાજર લોકોનું “પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ” બનાવવામાં આવેલ છે. હાજર નથી રહી શકેલ તેવા પર્યાવરણ પ્રેમીઓને આ મંડળમાં જોડાવા આહ્વાન કરાયું છે. ગામેગામ ૭ વ્યક્તિની સમિતિ બનાવી કરવાના કામનું આયોજન થશે. સમિતિમાં પર્યાવરણ પ્રેમીઓ, શિક્ષક, સરપંચ, ધાર્મિક સંસ્થાન અને સ્થાનિક ઉદ્યોગપતિને સામેલ કરાશે. આ જ રીતે તાલુકા કક્ષાની ટીમ અને જિલ્લા કક્ષાની ટીમ બનાવવાની છે. જિલ્લા કક્ષાએ બે ટીમ બનાવી એક ટીમને ઉદ્યોગકારો સાથે સંકલન કરી કામને વેગ આપવાની જવાબદારી અપાશે. ચિંતન શિબિરમાં ચર્ચાસત્રનું સંચાલન ડૉ. મનુભાઈ કૈલાએ સંભાળેલ. બાલાસાહેબે નવરંગ નેચર ક્લબની પ્રવૃત્તિઓની ઝલક આપી, નક્કર આયોજન માટે મહત્વની વાતો કરેલી. નિવૃત્ત કલેકટર સી.જે. પટેલ તમામ કામગીરીમાં સહકારની ખાત્રી આપેલ. દીલીપકુમાર પૈજાએ પર્યાવરણનું મહત્વ ધર્મ અને વૈદિક ગ્રંથો દ્વારા સમજાવી કામની મહત્વતાનો ખ્યાલ આપી પોતાને પણ ટીમમાં સામેલ કરવા જણાવેલ. આભારવિધિ ડૉ. પનારાસાહેબે કરેલી. શિબિરમાં મોરબીના પ્રખ્યાત પર્યાવરણ પ્રેમી લેખકના છઠ્ઠા પુસ્તક “ફળપાકોની પ્રાકૃતિક ખેતી”નું વિમોચન કરાયું.
સતત સાડા ત્રણ કલાક સુધી હાજર સભ્યોએ ગંભીરતાથી ચિંતન કરેલ અને સમૂહભોજન બાદ નકકર કામમાં સહભાગી થવાના અહેસાસ સાથે ફરી મળવાના સંકલ્પ કરી છૂટા પડેલ.
સમગ્ર કાર્યક્રમના સંચાલનની જવાબદારી જીલેશભાઇ કાલરિયાએ સફળતા પૂર્વક નિભાવેલી.
“પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ”માં સામેલ થવા તથા આ ઈશ્વરીય કાર્યમાં સહભાગી કે મદદરૂપ થવા ડૉ. મનુભાઈ કૈલા (૯૮૨૫૪૦૫૦૭૬), પ્રાણજીવન કાલરિયા (૯૪૨૬૨૩૨૪૦૦) કે જીલેશભાઇ કાલરિયા (૯૯૨૪૮૮૮૭૮૮) નો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.
સ્થળ પર જ સિઝેરિયન કરીને ગાયને પ્રસૂતિની પીડામાંથી મુક્ત કરી
મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના મકતાનપર ગામના રહેવાસી દશરથભાઇ કુવરાભાઇ પચિયાના ઘરે ગાયને વિયાણમાં તકલીફ પડી હતી. તેથી તેઓએ ૧૯૬૨ની પશુ દવાખાનાની ટીમને જાણ કરી હતી. આ કોલ મળતા તાત્કાલિક ધોરણે ટીમ મેમ્બર ડૉ.રિયાઝુદ્દીન સેરસિયા, ડૉ.આદિલ બાદી, પાઇલોટ કમ ડ્રેસર ધનજીભાઇ...
ટંકારા તાલુકાના હરીપર ગામના યુવકને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના કેશમાં ફસાવી દેવાની ધાકધમકી આપી અપહરણ કરી મારમારી રૂપીયા-૫,૦૦ ,૦૦૦/- બળજબરીથી કઢાવી લેનાર ગેંગના ચાર આરોપીઓને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારાના હરીપર ગામના ફરીયાદીના મોબાઇલ ફોનમાં અગાઉ એક અજાણ્યા નંબર પરથી કોલ આવતા તે સ્ત્રી દેવુબેન ઉર્ફે પુજાબેનના સંપર્કમાં આવેલા અને...