હળવદના કોયબા ગામે વાડીની ઓરડીમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો
હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં વોકળા કાંઠે આવેલ વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી. ની ૪૯ બોટલ તેમજ બિયરના ૨૪ ટીન મળી આવતા હળવદ પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે, આ સાથે આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,હળવદ પોલીસને બાતમી મળેલ કે સુખદેવસિંહ ઉર્ફે એસપી પોતાની વાડીની ઓરડીમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમીને આધારે તાલુકાના કોયબા ગામની સીમમાં વોકળા કાંઠે વાડીની ઓરડીમાં રેઇડ કરતા વિદેશી દારૂની ૧૮૦મીલી.૪૯ નંગ બોટલ તેમજ કિંગફિસર બિયરના ૨૪ ટીન મળી આવ્યા હસતા, આ સસ્થે હળવદ પોલીસે કિ.રૂ. ૧૦,૧૦૫/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હસતો, રેઇડ દરમિયાન આરોપી જીતેન્દ્ર ઉર્ફે સુખદેવસિંહ ઉર્ફે એસ.પી પથુભા ચાવડા રહે.ગામ કોયબા તા.હળવદ વાળો હાજર નહીં મળી આવતા તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.