કોઠારીયા લજાઈ રોડ પર કારખાનાની ઓફિસમાંથી 1.94 લાખ ભરેલ લોકરની ચોરી
વાંકાનેર: વાંકાનેર તાલુકાના કોઠારીયા લજાઈ રોડ પર આવેલ શ્રી વિજય એગ્રો એન્ડ ફૂડ પ્રોડક્ટ નામના કારખાનાની ઓફિસમાંથી રોકડા રૂ.૧,૯૪,૦૦૦ ભરેલ લોકરની ચોરી કરી કોઈ અજાણ્યો ચોરી ઈસમ લઈ ગયો હોવાની વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં શક્તિ પ્લોટ શેરી નં -૦૯ માં રહેતા કૌશલભાઈ રમણીકભાઇ જયસ્વાલ (ઉ.વ.૪૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૮-૦૧-૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે બે વાગ્યાથી ચાર વાગ્યાના અરસામાં આરોપી કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના કારખાનાની દીવાલ કુદીને ઓફીસની બારીના લોખંડના સળીયા કાપીને ઓફીસમાં પ્રવેશ કરી રોકડા રૂ.૧,૯૪,૦૦૦/- ભરેલ લોકરની ચોરી કરી લઇ ગયો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર કૌશલભાઈએ આરોપી વિરુદ્ધ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.